ઇડર

ઇડર પાલિકામાં જનગણના-૨૦૨૭ માટે ગણતરીદાર અને સુપરવાઈઝરોને તાલીમ

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૭માં યોજાનારી જનગણના પ્રક્રિયાને ધ્યાનમાં રાખી સાબરકાંઠા જિલ્લાના ઇડર પાલિકા વિસ્તારમાં જનગણના-૨૦૨૭ અંતર્ગત ગણતરીદાર અને સુપરવાઈઝર કર્મચારીઓ માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તાલીમ કાર્યક્રમ ઈડરના ચીફ ઓફિસર ચૌધરી તથા આસિસ્ટન્ટ ચાર્જ ઓફિસર દીપકભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. તાલીમ દરમિયાન માસ્ટર ટ્રેનર તરીકે વિમલ પટેલ અને પરેશ ભટ્ટ દ્વારા જનગણનાની કામગીરી, માહિતી એકત્રિત કરવાની પદ્ધતિ, મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ, ઘરની યાદી તૈયાર કરવાની પ્રક્રિયા તેમજ વસ્તી ગણતરી અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

તાલીમાર્થીઓને પ્રાયોગિક સમજ સાથે ક્ષેત્રીય કામગીરીનો અનુભવ પણ શેર કરવામાં આવ્યો હતો. ઉપરાંત ઉપસ્થિત કર્મચારીઓના વિવિધ પ્રશ્નોના નિરાકરણ સાથે કામગીરીને વધુ અસરકારક રીતે પૂર્ણ કરી શકાય તે અંગે માર્ગદર્શન અપાયું હતું.

આ સમગ્ર તાલીમ કાર્યક્રમ બે સેશનમાં યોજાયો હતો, જેમાં આશરે ૧૦૦ જેટલા ગણતરીદાર અને સુપરવાઈઝર કર્મચારીઓએ ભાગ લીધો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!