હિમતનગર

હિંમતનગર નગરપાલિકામાં નવા પ્રમુખ-ઉપપ્રમુખ સહિત પદાધિકારીઓની વરણી, ભાજપ કાર્યકરોમાં ઉજવણીનો માહોલ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નગરપાલિકામાં નવા પ્રમુખ, ઉપપ્રમુખ સહિત મહત્વના પદાધિકારીઓની વરણી કરવામાં આવી છે. સામાન્ય ચૂંટણીમાં ભાજપે એકતરફી જીત મેળવ્યા બાદ આજે નગરપાલિકા સભાખંડમાં યોજાયેલી બેઠકમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં નવા હોદ્દેદારોના નામ જાહેર થતાં ભાજપ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

હિંમતનગર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે વિજય મેળવ્યા બાદ હવે નગરપાલિકાના સુકાન માટે મહત્વના પદાધિકારીઓની વરણી કરવામાં આવી છે. ભાજપ દ્વારા જાહેર કરાયેલા મેન્ડેટ અનુસાર ઓબીસી અનામત બેઠક માટે અરુણાબેન કડિયાને નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જ્યારે ઉપપ્રમુખ પદે ગોપાલસિંહ રાઠોડની વરણી કરવામાં આવી છે અને કારોબારી ચેરમેન તરીકે રાહુલ પટેલને જવાબદારી સોંપવામાં આવી છે. ઉપરાંત શાસક પક્ષના નેતા તરીકે શશિકાન્ત સોલંકી અને દંડક તરીકે રાજેન્દ્ર શર્માની નિમણૂંક કરવામાં આવી છે.

નગરપાલિકા સભાખંડમાં યોજાયેલી વિશેષ બેઠક દરમિયાન ચૂંટણી અધિકારીની હાજરીમાં પ્રમુખ અને ઉપપ્રમુખના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. બેઠક દરમિયાન ભાજપના ચૂંટાયેલા સભ્યો, આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી જાહેર થતાં જ ભાજપના કાર્યકરોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. જિલ્લા મહામંત્રી સહિત આગેવાનો દ્વારા નવા હોદ્દેદારોને ફૂલહાર પહેરાવી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. કાર્યકરો દ્વારા જીતના નારા લગાવી ઉજવણી પણ કરવામાં આવી હતી.

નવા પ્રમુખ અરુણાબેન કડિયાએ આજે સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે તેમણે શહેરના વિકાસકાર્યોને પ્રાથમિકતા આપવાની અને જનસેવાને કેન્દ્રમાં રાખી કામગીરી કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!