પ્રાંતિજ

સાંપડની સીમમાંથી ગંજીપાનાનો જુગાર રમતા સાત પકડાયા પ્રાંતિજ પોલીસે રૂ.૧૯ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે લીધો

પ્રાંતિજ તાલુકાના સાંપડ ગામની સીમમાં ગુરૂવારે કેટલાક શખ્સો ગંજીપાનાનો જુગાર રમતા હોવાની માહિતી પ્રાંતિજ પોલીસને મળતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી સાત જુગારીઓને રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસે તમામ વિરૂદ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.એમ. વાળા તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતા દરમિયાન બાતમી મળી હતી કે સાંપડ ગામની સીમમાં કેટલાક લોકો ગોળ કુંડાળું વળી તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી કોર્ડન કરી સાતેય આરોપીઓને ઝડપી લીધા હતા.

પોલીસે આરોપીઓની ઝડતી લેતા તેમની પાસેથી રોકડા રૂ.૧૦ હજાર તથા દાવ પર મુકાયેલ અંદાજે રૂ.૯૪૦૦ મળી કુલ રૂ.૧૯,૪૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ત્યારબાદ તમામ આરોપીઓ વિરૂદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જુગાર રમતા પકડાયેલા શખ્સો
– વિપુલ રમેશજી મકવાણા
– ભોળાજી રામાજી સોલંકી
– કિરણસિંહ કચરૂસિંહ મકવાણા
– રામાજી કાંતિજી મકવાણા
– શૈલેષ ઉર્ફે અનિલસિંહ અમરતસિંહ મકવાણા
– ગાભાજી કડવાજી મકવાણા
– બાબુજી મંગાજી મકવાણા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!