હિમતનગર

હિંમતનગરના પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં બેફામ કારનો કહેર ઘર આગળ બેઠેલા બે વૃદ્ધા અને યુવકને અડફેટે લેતા ઈજા, CCTV વીડિયો આવ્યો સામે

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં રાત્રી દરમિયાન એક બેફામ કારે ઘર આગળ બેઠેલા ત્રણ લોકોને અડફેટે લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘટનામાં બે વૃદ્ધા મહિલાઓ તથા એક યુવકને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ, આંતરિક માર્ગ પર પૂરઝડપે દોડી આવેલી કારે ઘર આગળ બેઠેલા લોકોને ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે આસપાસ પાર્ક કરાયેલા ત્રણ મોપેડને પણ કાર અડફેટે લેતા નુકસાન થયું હતું.

ઘટનાને પગલે સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી અને તેનો વીડિયો પણ સામે આવ્યો છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને કાર સહિત ચાલકને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ દ્વારા અકસ્માતના કારણો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!