Uncategorized
૨૫ જૂને હિંમતનગર નગરપાલિકાની સામાન્ય સભા યોજાશે

હિંમતનગર નગરપાલિકાની તાજેતરમાં મુલત્વી રાખવામાં આવેલી સામાન્ય સભા હવે તા. ૨૫ જૂન, ગુરુવારના રોજ નગરપાલિકાના સભાખંડમાં યોજાશે.
આ સામાન્ય સભામાં અગાઉ રદ કરવામાં આવેલી બેઠકના એજન્ડામાં સમાવાયેલા કુલ ૨૫ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. સત્તાધારી પક્ષ તથા વિપક્ષના સભ્યોની ઉપસ્થિતિમાં વિવિધ વિકાસલક્ષી અને વહીવટી મુદ્દાઓ અંગે વિચારણા કરીને જરૂરી નિર્ણયો લેવામાં આવશે.
નગરપાલિકા પ્રમુખ અરૂણાબેન કડીયા તથા ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવી દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ, મુલત્વી રહેલી સામાન્ય સભાના તમામ મુદ્દાઓને આ બેઠકમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે અને તેના પર ચર્ચા બાદ ઠરાવો પસાર કરવામાં આવશે.




