ઇડર

ઇડરના કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં ચાલતા ટયુશન ક્લાસીસ સામે રજૂઆત

ફાયર સેફ્ટી તપાસની માંગ, વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે ઉઠ્યા સવાલ

ઇડરમાં આવેલા વિવિધ કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં ચાલી રહેલા ટયુશન ક્લાસીસમાં ફાયર સેફ્ટી સહિતની જરૂરી સુરક્ષા સુવિધાઓના અભાવ અંગે ગાંધીનગરના ચીફ ફાયર ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. એક જાગૃત નાગરિકે રજૂઆત કરીને સંબંધિત સ્થળોની તપાસ કરી નિયમોનું પાલન થાય છે કે નહીં તેની ચકાસણી કરવાની માંગ કરી છે.

રજુઆતમાં જણાવ્યા મુજબ ઇડરના અનેક કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં ભાડે દુકાનો અને ઓફિસોમાં ટયુશન ક્લાસીસ ચલાવવામાં આવી રહ્યા છે, જ્યાં કેટલાક સ્થળોએ 100થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં આગ જેવી કોઈ દુર્ઘટના સર્જાય તો વિદ્યાર્થીઓના જીવને ગંભીર જોખમ ઊભું થઈ શકે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે અનેક ટયુશન ક્લાસીસમાં સરકારના નિયમો મુજબ જરૂરી ફાયર સેફ્ટી સાધનો, ઇમરજન્સી એક્ઝિટ, આગ નિવારણની વ્યવસ્થા સહિતની મૂળભૂત સુરક્ષા સુવિધાઓ ઉપલબ્ધ નથી. તેથી સત્વરે સ્થળ તપાસ કરીને નિયમોનું પાલન સુનિશ્ચિત કરવામાં આવે અને નિયમભંગ જણાય તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે.

રજુઆત બાદ ઇડરના દામોદર કોમ્પ્લેક્ષ, શનય કોમ્પ્લેક્ષ, ટાવર ચોક, બાલાજી કોમ્પ્લેક્ષ તેમજ શ્રીનગર વિસ્તાર સહિતના વિવિધ સ્થળોએ ચાલતા ટયુશન ક્લાસીસમાં સુરક્ષા ધોરણોનું પાલન થાય છે કે નહીં તેની તપાસ અને જરૂરી કાર્યવાહી કરવાની જવાબદારી હવે સંબંધિત તંત્ર સામે આવી છે.

નોંધ: આ સમાચાર રજૂઆતમાં કરવામાં આવેલા આક્ષેપો અને માંગના આધારે તૈયાર કરવામાં આવ્યા છે. સંબંધિત સત્તાધીશો દ્વારા તપાસ બાદ જ હકીકતો સ્પષ્ટ થશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!