હિમતનગર

હાથમતી નદી પર પ્રસ્તાવિત બ્રિજના જમીન સંપાદન મુદ્દે કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક, ખેડૂતો સાથે હકારાત્મક ચર્ચા

હાથમતી નદી પર પ્રસ્તાવિત બ્રિજના નિર્માણ માટે જરૂરી જમીન સંપાદન સંબંધિત પ્રશ્નોના નિરાકરણ માટે જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

બેઠક દરમિયાન કલેક્ટરશ્રીએ અસરગ્રસ્ત ખેડૂતો સાથે વિસ્તૃત ચર્ચા કરી, તેમની રજૂઆતો ધીરજપૂર્વક સાંભળી અને સરકારની નીતિ તેમજ જાહેર હિતને ધ્યાનમાં રાખીને સૌહાર્દપૂર્ણ રીતે સમજાવટ કરી હતી. ખેડૂતો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નો અંગે હકારાત્મક ચર્ચા થઈ હતી અને મોટાભાગના મુદ્દાઓ પર સહમતી તથા સુખદ સમાધાન તરફ આગળ વધવામાં સફળતા મળી હોવાનું જાણવા મળ્યું.

અધિકારીઓએ જણાવ્યું હતું કે હાથમતી નદી પરનો પ્રસ્તાવિત બ્રિજ વિસ્તારના વિકાસ, ટ્રાફિક સુવિધા અને જનહિત માટે મહત્વપૂર્ણ સાબિત થશે. જમીન સંપાદન સંબંધિત મુદ્દાઓમાં સહમતી બનતા હવે બ્રિજના નિર્માણ કાર્યનો માર્ગ વધુ સરળ બનવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.

બેઠક સૌહાર્દપૂર્ણ અને હકારાત્મક વાતાવરણમાં પૂર્ણ થઈ હતી. ખેડૂતો દ્વારા પણ વિકાસલક્ષી કાર્યમાં સહકાર આપવાની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી.

બેઠકમાં ધારાસભ્ય વી.ડી. ઝાલા, નગરપાલિકાના પ્રમુખ અરુણાબેન કડિયા, ઉપપ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ, ચીફ ઓફિસર તથા સંબંધિત વિભાગોના અધિકારીઓ અને અસરગ્રસ્ત ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!