હિમતનગર

વોર્ડ નં. ૧માં આવેલ અને વિજાપુર હાઈવેને જોડતો રોડ બિસ્માર, ઊંડા ખાડાઓથી વાહનચાલકો પરેશાન

હિંમતનગર
હિંમતનગર નગરપાલિકાની હદમાં આવેલ બ્રહ્માણીનગર વોર્ડ નં.૧ના અનેક રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ જવાને કારણે રોડની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે જો વાહન ચાલક કે રાહદારી ધ્યાન ન રાખે તો ખાડામાં પડી હાડકા ખોખરા થઈ જાય તેવા અનુભવ સ્થાનિકોના છે. દરમ્યાન વોર્ડ નં.૧માં આવેલ શામળિયા રેસિડન્સી થઈને દસ દુકાનના રસ્તાને વિજાપુર હાઇવે સાથે જોડાતો મુખ્ય માર્ગ હાલમાં અત્યંત બિસ્માર હાલતમાં છે.તેમજ સેન્ટ્રલ સ્કૂલની પાછળ શરૂઆતમાં જ સમર્થ પાર્કને જોડતો માર્ગ છેલ્લા ઘણા સમયથી અત્યંત બિસ્માર હાલતમાં છે.
આ બંને રસ્તાઓ પર ખાડા પડી ગયા છે, ડામર સંપૂર્ણપણે ઉખડી ગયો છે અને વરસાદી પાણી ભરાવાને કારણે સ્થાનિક રહેવાસીઓ, વિદ્યાર્થીઓ, મહિલાઓ, વૃદ્ધો, વાહનચાલકો તેમજ રાહદારીઓને રોજબરોજ ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહયા છે, જેથી અકસ્માતનો સતત ભય રહે છે, આ ખરાબ રોડને કારણે આ વિસ્તારના નાગરિકોમાં ભારે અસંતોષ વ્યાપેલો છે. જે અંગે સ્થાનિકોએ અગાઉ પણ અનેક વખત નગરપાલિકાના સત્તાધિશોને રજૂઆતો કરી હોવા છતાં આજદિન સુધી કોઈ અસરકારક કામગીરી થઈ નથી. વિકાસના પોકળ દાવાઓ વચ્ચે વોર્ડના નાગરિકોને મૂળભૂત સુવિધાથી વંચિત રહે તે યોગ્ય નથી. જેથી શામળિયા રેસિડન્સીથી દસ દુકાન સુધીનો મુખ્ય માર્ગ તેમજ સમર્થ પાર્કને જોડતો મુખ્ય માર્ગ બંનેનું તાત્કાલિક ધોરણે સમારકામ શરૂ કરવામાં આવે અને નાગરિકોને સુરક્ષિત, સુવિધાજનક તથા ટકાઉ માર્ગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તે જરૂરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!