ઇડર

ઈડરના રેલવે સ્ટેશન વિસ્તારમાં તસ્કરોનો આતંક

સરકારી દવાખાનામાં ચોરીનો પ્રયાસ, જલારામ મંદિર પાછળ દિવાલમાં બાકોરૂ પડયું

ઈડરમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીના વધી રહેલા બનાવોને લઈને સ્થાનિક પ્રજા ભયભીત બની છે ત્યારે શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા સરકારી દવાખાનાને સોમવારે રાત્રે અજાણ્યા ઈસમોએ નિશાન બનાવીને દવાખાનામાં તોડફોડ કરી સામગ્રી વેરવિખેર કરી દીધી હતી. જે અંગે સ્થાનિક પોલીસને જાણ કરાઈ હોવાનું આધારભુત સૂત્રોમાંથી જણાવાયું છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સોમવારે રાત્રિના સુમારે અજાણ્યા ઈસમોએ રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા સરકારી દવાખાનામાં ચોરી કરવાના ઈરાદે દવાખાનામાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ આ તસ્કરોએ દવાખાનાની વિવિધ સામગ્રી વેરવિખેર કરી દીધી હતી. ઉપરાંત તિજોરી સહિતની વસ્તુઓને નુકસાન પહોંચાડયુ હતું. સરકારી દવાખાનામાં સામાન્ય રીતે રોકડ રકમ રાખવામાં આવતી નથી. અહીં દર્દીઓના રેકોર્ડ, દવાઓ, મેડિકલ સામગ્રી અને અન્ય સરકારી દસ્તાવેજો હોય છે. ત્યારે ચોરોએ કયાં આશયથી દવાખાનામાં ચોરીનો પ્રયાસ કર્યો તે સવાલ છે. ચોરીના બનાવ અંગે ડોક્ટર ધ્રુવકુમારે જણાવ્યું હતું કે દવાખાનામાં ચોરીનો પ્રયાસ થયો હોવાનું જણાય છે. તસ્કરોએ તિજોરીઓને પણ નુકસાન પહોંચાડયું છે. જેથી પોલીસને જાણ કરવામાં આવી છે અને તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે.
સાથો સાથ સરકારી દવાખાનાની બાજુમાં આવેલ જલારામ મંદિરના પાછળના ભાગે પણ અજાણ્યા શખ્સોએ દિવાલમાં બાકોરું પાડી અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ અહીંથી કોઈ મોટી કિંમતની વસ્તુ લાગી હોય તેવું હાલ જણાતું નથી. જોકે એક જ વિસ્તારમાં સરકારી દવાખાનું અને મંદિર નજીક ચોરીના પ્રયાસના બનાવો સામે આવતા સ્થાનિકોમાં ચિંતા પ્રસરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!