હિમતનગર

લૉ કોલેજ હિંમતનગર ખાતે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સના સહયોગથી જાગૃતિ કાર્યક્રમ યોજાયો

હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત લૉ કોલેજ, હિંમતનગર ખાતે બુધવાર, ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ ‘એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ, સી.આઈ.ડી. ક્રાઇમ, ગુજરાત પોલીસ, ગાંધીનગર’ના સંયુક્ત ઉપક્રમે એક વિશેષ નશીલા પદાર્થો વિરોધી જાગૃતિ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

પોલીસ અધિકારીઓનું માર્ગદર્શન આ કાર્યક્રમમાં ગાંધીનગરથી પધારેલા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા:

  • શ્રી એસ. જે. બલોચ (નાયબ પોલીસ અધિક્ષક)

  • શ્રી એન. આર. પટેલ (પોલીસ ઇન્સ્પેક્ટર)

  • શ્રી કે. એમ. વડનગરા (પોલીસ સબ ઇન્સ્પેક્ટર)

  • શ્રી વી. એ. ચૌધરી (પોલીસ સબ ઇન્સ્પેક્ટર)

ઉપસ્થિત અધિકારીઓએ વિદ્યાર્થીઓને નશાની લતથી થતાં શારીરિક, માનસિક અને સામાજિક દુષ્પરિણામો વિશે વિસ્તૃત વિગતો આપી હતી. આ ઉપરાંત, નાર્કોટિક્સ સંબંધિત કાયદાકીય જોગવાઈઓ અને નશાની આદતથી દૂર રહેવાના વ્યવહારુ ઉપાયો અંગે સરળ સમજ આપી હતી. જાગૃતિ વધારવાના હેતુથી આ પ્રસંગે બે વિશેષ વિડીયો પણ દર્શાવવામાં આવ્યા હતા.

પ્રશ્નોત્તરી દ્વારા જિજ્ઞાસા સમાધાન સેશનના અંતે વિદ્યાર્થીઓએ નશીલા પદાર્થો અને તેને લગતા કાયદાઓ અંગે વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા, જેના અધિકારીઓએ અત્યંત સરળ અને સંતોષકારક જવાબો આપી તેમની જિજ્ઞાસાનું સમાધાન કર્યું હતું.

સફળ આયોજન કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ. બિનલ એસ. પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન ડૉ. પારસ એચ. જોશીએ કર્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનોનો પરિચય ડૉ. જયપ્રકાશ પી. જાનીએ આપ્યો હતો, જ્યારે અંતમાં ડૉ. વૈદેહી પંડ્યાએ આભારવિધિ કરી હતી. સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓના સહયોગથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!