સાબરકાંઠા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે વચગાળાના જામીન મેળવી છેલ્લા છ વર્ષથી ફરાર થયેલા નાર્કોટીક્સ (NDPS) ગુન્હાના પાકા કામના આરોપીને હિંમતનગર બસ સ્ટેશન પાસેથી પકડી પાડવામાં મોટી સફળતા મેળવી છે.
નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષકશ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલની સુચના અને SOG પો.ઇન્સ. એ.એમ.વાળાના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. કે.યુ.ચૌધરી તથા પો.સ.ઇ. પી.એમ.ઝાલાની ટીમ હિંમતનગર એ ડીવિજન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. આ દરમ્યાન હેડ કોન્સ્ટેબલ રાજેશકુમાર ગફુલભાઇ (બ.નં.-૩૬૫) અને પોલીસ કોન્સ્ટેબલ ગોપાલભાઇ પ્રવિણભાઇ (બ.નં-૭૩૨) ને મળેલી ખાનગી બાતમીના આધારે આ સફળ કાર્યવાહી કરવામાં આવી હતી.
ઝડપાયેલ આરોપીની વિગત:
-
નામ: બજરંગ બંસીલાલ દમામી (ઉં.વ.-૩૭)
-
રેવાસી: ઇસરમંડ, તા. દેવગઢ, જી. રાજસમંદ (રાજસ્થાન)
ગુન્હાની પૃષ્ઠભૂમિ: આરોપી અમદાવાદ ATS પોલીસ સ્ટેશનના NDPS એક્ટ (કલમ-૮ સી, ૧૭, ૧૮, ૨૨, ૨૯) હેઠળના ગુનામાં અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવી રહ્યો હતો. તેણે તા. ૧૭/૧૧/૨૦૨૦ ના રોજ ૧૫ દિવસ માટે વચગાળાના જામીન મેળવ્યા હતા અને તા. ૦૩/૧૨/૨૦૨૦ ના રોજ જેલમાં હાજર થવાનું હતું. જોકે, સમયસર હાજર ન થઈ તે ફરાર થઈ ગયો હતો.
SOG ટીમે આરોપીને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી માટે જીલ્લા જેલ હિંમતનગર ખાતે સુપરત કર્યો છે.
કામગીરી કરનાર ટીમ: SOG ઇન્સ્પેક્ટર એ.એમ.વાળા, HC વિક્રમસિંહ સોલંકી, HC પ્રકાશકુમાર, HC રાજેશભાઇ, PC અનિરૂધ્ધસિંહ, PC ગોપાલભાઇ અને PC કલ્પેશકુમાર.