ખેડબ્રહ્મા

ખેડબ્રહ્મા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કારોબારીની મીટીંગ યોજાઈ

ખેડબ્રહ્મા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી ડૉ.તુષારભાઈ ચૌધરી સાહેબની ઉપસ્થિતિમાં ખેડબ્રહ્મા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કારોબારી સમિતિની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી રામભાઈ સોલંકી પ્રભારીશ્રીઓ બાબુભાઈ, અમિતભાઈ, કનુભાઈ તેમજ ખેડબ્રહ્મા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભમરસિંહ ચંદાવત ખેડબ્રહ્મા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત શર્મા ઉપરાંત તાલુકા કોંગ્રેસ સમિતિના તમામ આગેવાન કાર્યકર્તાશ્રીઓ અને ખેડબ્રહ્મા નગરપાલિકાના કોર્પોરેટરશ્રી ગોપાલભાઈ રાવલ અનિલભાઈ વણઝારા નયનભાઈ મોદી ભારતીબેન વ્યાસ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત ભાજપ યુવા મોરચાના મંત્રી મિતેશભાઇ દિનેશભાઈ વણઝારા વિક્રમભાઈ વણઝારા મયુરભાઈ વણઝારા અને તેમની ટીમ ભાજપને અલવિદા કહી કોંગ્રેસ પક્ષમાં જોડાઈ હતી ઉપરાંત આમ આદમી પાર્ટીના ખેડબ્રહ્મા શહેરના એસ.સી. સેલના પૂર્વ પ્રમુખ જૈમીનભાઈ મકવાણા સહિતના કાર્યકરોએ પોતાના પક્ષને અલવિદા કહી કોંગ્રેસ પક્ષની વિચારધારા સ્વીકારી કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા તમામ કાર્યકરોનું ખેડબ્રહ્માના ધારાસભ્ય તુષારભાઈ ચૌધરી સાહેબ, સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રામભાઈ સોલંકી સાહેબ અને શહેર કોંગ્રેસ સમિતિમાં જોડાવા બદલ અમિત શર્માએ વિશેષ સ્વાગત કર્યું હતું આ કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ પ્રકાશભાઈ બારોટ રસિકભાઈ પરમાર અરવિંદભાઈ બુંબડીયા, ભવાનસિંહજી વાઘેલા, લાલાભાઇ ભાવસાર ભીખાજી ઝાલાજી ખાંટ ઉપરાંત તાલુકા કોંગ્રેસ સમિતિના સૌ કોઈ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ મિટિંગમાં સંગઠન વિશેની વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રકાશભાઈ ઉપાધ્યાય દ્વારા કરવામાં આવ્યું હતું આભાર વિધિ કરી કાર્યક્રમને પૂર્ણ થયેલો જાહેર કરવામાં આવ્યો હતો અને ઉપસ્થિત સૌનો આભાર માનવામાં આવ્યો હતો

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!