સાબરકાંઠા

ખેડબ્રહ્મામાં ભાદરવી પૂનમે પાવન પર્વ: સાબરકાંઠા પોલીસ પરિવારે મા જગદંબાના ચરણોમાં શિશ ઝુકાવી ધ્વજારોહણ કર્યું

ભાદરવી પૂનમના પાવન પર્વે સાબરકાંઠાના પ્રસિદ્ધ યાત્રાધામ ખેડબ્રહ્મા ખાતે મા જગદંબાના દર્શનાર્થે માઇભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. સમગ્ર મંદિર પરિસર ‘જય અંબે’ના નાદથી ગુંજી ઊઠ્યું હતું. આ પાવન અવસરે સાબરકાંઠા પોલીસ પરિવાર દ્વારા પણ મા જગદંબાના ચરણોમાં શીશ ઝુકાવી પરંપરાગત રીતે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.

મા અંબા પ્રત્યેની અપાર શ્રદ્ધા સાથે સાબરકાંઠા પોલીસ દ્વારા સ્થાનિક પોલીસ ચોકીથી માંડીને જગદંબા મંદિર સુધી એક ભવ્ય પગપાળા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ તથા સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા (SP) ડો. પાર્થરાજસિંહ ગોહિલની આગેવાનીમાં LCB, SOG અને સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ તેમ જ જવાનો હાથમાં શ્રદ્ધાની ધજા લઈને જોડાયા હતા.

ડીજેના તાલ, અબીલ-ગુલાલની ઉડાન અને ગરબાની રમઝટ વચ્ચે પોલીસ જવાનો મંદિર પરિસરમાં પહોંચ્યા હતા, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ત્યારબાદ શિખર પર વિધિવત ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા ડો. પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, સાબરકાંઠા પોલીસ પરિવાર દ્વારા મા જગદંબાના આશીર્વાદ મેળવીને સમગ્ર જિલ્લામાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને નાગરિકોની સુરક્ષા-સેવા સતત જળવાઈ રહે તે માટે માં ના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!