ગાંભોઈ પોલીસે ખોવાયેલા મોબાઈલ શોધી ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત મૂળ માલિકોને પરત સોંપ્યા

ગાંભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ખોવાઈ ગયેલા મોબાઈલ ફોન ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સની મદદથી શોધી કાઢીને ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા છે.
ગાંધીનગર રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંગ યાદવ, સાબરકાંઠા-હિંમતનગર પોલીસ અધિક્ષક શ્રી ડો. પાર્થરાજસિંહ ગોહીલ (IPS) તથા હિંમતનગર વિભાગના વિભાગીય પોલીસ અધીકારી શ્રી એ.કે. પટેલનાઓ દ્વારા લોકાભિમુખ ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ વધુમાં વધુ યોજવા સૂચના આપવામાં આવી હતી.
આ સૂચનાના આધારે ગાંભોઈ પોલીસ સ્ટેશનની ટીમે ગુમ થયેલા નીચે મુજબના મોબાઈલ શોધી કાઢ્યા હતા:
-
અરજદાર મુકેશસિંહ પ્રતાપસિંહ પરમાર: VIVO Y31 5G મોબાઈલ ફોન (કિંમત રૂ. ૧૮,૪૯૯/-)
-
અરજદાર કિરણકુમાર જીગાભાઇ ભગોરા: VIVO V50 E મોબાઈલ ફોન (કિંમત રૂ. ૨૬,૯૯૯/-)
કુલ ૨ નંગ ખોવાયેલા મોબાઈલ ટેકનીકલ તથા હ્યુમન સર્વેલન્સની મદદથી શોધી કાઢીને તેમના મૂળ માલિકોને સફળતાપૂર્વક પરત અર્પણ કરવામાં આવ્યા હતા.
કામગીરી કરનાર પોલીસ ટીમ: આ સરાહનીય કામગીરી ગાંભોઈ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એ.આર. ચૌધરી, અ.પો.કો. ઇન્દ્રરાજસિંહ દિલીપસિંહ (બ.નં. ૨૮૧), અ.પો.કો. ઇન્દ્રજીતસિંહ ભુપેન્દ્રસિંહ (બ.નં. ૭૯૦), અ.પો.કો. મહિપાલસિંહ ચંદુસિંહ (બ.નં. ૯૪૧) તથા IT Expert હર્મિશકુમાર રાકેશભાઇ પટેલ દ્વારા કરવામાં આવી હતી.




