નવા સુદાસણા ગામે કૃષ્ણભક્ત મહિલા મંડળ ટ્રસ્ટ દ્વારા ભાગવતકથાનું ભવ્ય આયોજન: ભક્તિમય વાતાવરણમાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા

નવા સુદાસણા ગામે કૃષ્ણભક્ત મહિલા મંડળ ટ્રસ્ટ દ્વારા ભક્તિસભર વાતાવરણમાં કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તા. ૨૯/૮/૨૦૨૬ થી શરૂ થયેલ આ કથા ૦૪/૦૯/૨૦૨૬ દરમિયાન ધામધૂમથી યોજાઈ હતી.
આ પ્રસંગે મહારાણી પરમાર લક્ષ્મીકુવરબા, વિરેન્દ્રસિંહ તથા શ્રીમતી હંસાકુવરબા ગુલાબસિંહ પરમાર (ચીકણા વાળા) પરિવારના આર્થિક સહયોગથી યોજાયું હતું. કથા દરમિયાન કથાના પ્રણેતા કૃષ્ણભક્ત મહિલા મંડળ ટ્રસ્ટ ના મહિલા મંડળના સભ્યોએ ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો. આ ધાર્મિક મહોત્સવમાં શ્રીમતી પરમાર ભટીબા તથા શ્રીમતી બકીબા પૂર્ણ સહયોગ આપ્યો હતો. આ સિવાય અન્ય મહિલા મંડળો પણ આ પ્રસંગે જોડાણા હતા.
આ દિવ્યકામમાં અન્ય મહિલાઓ જેવી કે કાજલબા, જશોદાબા, તારાબા, વિજ્યાબા, ગજરાબા, લીલાબા, કૈલાશબા વગેરેએ આર્થિક તથા શ્રમદાન આપીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
આ કથા શ્રી હરસિદ્ધ માતાજીના નવિન હોલમાં આનંદપૂર્વક પૂર્ણ થઈ હતી. કથાના વક્તા મહારાજ શ્રી પ્રવિણભાઈ પોતાની અમૃતવાણીથી શ્રોતાઓને ભક્તિરસમાં લીન કર્યા હતા. સમગ્ર કથાનું સુચારુ સંચાલન શ્રી ભવાન સિંહ તથા ફતેસિહ પરમારે સંભાળ્યું હતું. આ પ્રસંગે ગામના તથા આજુબાજુના ગામોના કૃષ્ણભક્ત મહિલા મંડળના બહેનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા અને સમગ્ર માહોલ ભક્તિમય બની ગયો હતો.





