ટોપ સ્ટોરીઝ

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સાબરકાંઠામાં પદયાત્રીઓની સુવિધા અર્થે વિશેષ સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ

અંબાજી ભાદરવી પૂનમના મહામેળા નિમિત્તે છેલ્લા કેટલાક દિવસોથી સાબરકાંઠા જિલ્લાના વિવિધ માર્ગો પરથી પસાર થઈ રહેલા લાખો પદયાત્રીઓની આરોગ્ય, સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વિશેષ સ્વચ્છતા કામગીરી હાથ ધરવામાં આવી છે. સ્વચ્છ ભારત મિશનના સંકલનથી શરૂ કરાયેલા આ અભિયાનનો મુખ્ય હેતુ પદયાત્રીઓને સ્વચ્છ, આરોગ્યપ્રદ અને સુવિધાયુક્ત વાતાવરણ પૂરું પાડવાનો છે.

આ અભિયાન હેઠળ પદયાત્રી માર્ગોની સઘન સાફ-સફાઈ, રસ્તાની બંને બાજુ એકત્ર થયેલા કચરાનો યોગ્ય નિકાલ તેમજ જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ ટીમો કાર્યરત કરવામાં આવી છે. પદયાત્રીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા મુખ્ય માર્ગો, સેવા કેમ્પો અને વિરામ સ્થળો પર નિયમિત સફાઈ થાય તે માટે સંબંધિત વિભાગો તેમજ સ્થાનિક તંત્રને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે.

માર્ગો પર કચરો ન ફેલાય તે માટે સફાઈ કર્મચારીઓની ટીમો સતત તૈનાત રહીને કામગીરી કરી રહી છે. આ ઉપરાંત, પદયાત્રીઓ તેમજ સ્થાનિક નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ આવે તે માટે વિવિધ સ્વચ્છતા સંદેશાઓ દ્વારા જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!