હિમતનગર

છાપરીયામાં ઓરડીમાં જુગાર રમતા આઠ જુગારીઓ ઝડપાયા પોલીસે રૂ.૯૬ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે લીધો

હિંમતનગર એ-ડીવીઝન પોલીસ સ્ટેશનની હદમાં આવેલ છાપરીયા વિસ્તારમાં એક ઓરડીમાં ગંજીપાનાનો જુગાર રમતા આઠ જુગારીઓને એ-ડીવીઝન પોલીસે બાતમીના આધારે રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, મોબાઈલ સહિત અંદાજે રૂ.૯૬ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે લઈ તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર એ-ડીવીઝનના પીઆઈ કે.વાય. વ્યાસ તથા તેમની ટીમ રવિવારે છાપરીયા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે છાપરીયા વિસ્તારમાં રહેતા ઈરફાન ઉર્ફે કાગડો સરકુમીયા શેખના ઘરની બાજુમાં આવેલ એક ઓરડીમાં કેટલાક લોકો ગંજીપાનાનો જુગાર રમી રહ્યા છે.

બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દરોડો પાડ્યો હતો. જ્યાંથી જુગાર રમતા આઠ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે તપાસ દરમિયાન દાવ પર મુકાયેલ રૂ.૨૬૪૦ રોકડ, રૂ.૩૪ હજારના ૬ મોબાઈલ ફોન તથા આરોપીઓ પાસેથી મળેલ રૂ.૫૯,૯૩૦ સહિત કુલ અંદાજે રૂ.૯૬,૫૭૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ બનાવ અંગે પોલીસે તમામ આઠ આરોપીઓ વિરુદ્ધ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!