પ્રાંતિજ

ખાતર માટે એપ્લિકેશન બની ખેડૂતોની મુશ્કેલી, પ્રાંતિજમાં રોષ ફાટી નીકળ્યો

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં ખાતર મેળવવા માટે ફરજિયાત બનાવવામાં આવેલી ઓનલાઈન એપ્લિકેશન ખેડૂતો માટે માથાનો દુખાવો સાબિત થઈ રહી છે. વારંવાર સર્વર ડાઉન થવાની સમસ્યા અને ટેકનિકલ ખામીઓના કારણે ખાતર વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

વાવણીની મહત્વપૂર્ણ સિઝન દરમિયાન ખાતરની તાતી જરૂરિયાત હોવા છતાં ખેડૂતોને સમયસર ખાતર મળતું નથી. એપ્લિકેશન યોગ્ય રીતે કાર્ય ન કરતી હોવાથી ખાતર કેન્દ્રો પર ખેડૂતોને લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડે છે અને વારંવાર ધક્કા ખાવાનો વારો આવે છે. જેના કારણે ખેડૂતોમાં ભારે નારાજગી ફેલાઈ છે.

પરેશાન ખેડૂતોએ એકત્રિત થઈ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો અને એપ્લિકેશન આધારિત વ્યવસ્થા દૂર કરીને સરળ અને સુલભ રીતે ખાતર વિતરણ કરવાની માંગ ઉઠાવી હતી. ખેડૂતોનું કહેવું છે કે ટેકનોલોજીનો લાભ મળવાને બદલે હાલની વ્યવસ્થાના કારણે મુશ્કેલીઓ વધી રહી છે.

ખેડૂતોએ તંત્રને ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો તાત્કાલિક ધોરણે સમસ્યાનો ઉકેલ નહીં લાવવામાં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. સમગ્ર મામલે હવે સ્થાનિક તંત્ર ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ લાવવામાં કેટલું સફળ થાય છે તેના પર સૌની નજર મંડાઈ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!