ટોચના સમાચાર

સોશિયલ મીડિયા પર અમેરિકા મોકલવાના બહાને કરોડોની સાઇબર ઠગાઈનો પર્દાફાશ

સાબરકાંઠા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને આંતરરાષ્ટ્રીય સાઇબર ઠગાઈના ગુનામાં મોટી સફળતા મળી છે. પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સાઇબર ક્રાઇમની ટીમે ઉત્તરાખંડના હરિદ્વાર ખાતેથી મુખ્ય આરોપીની ધરપકડ કરી છે.

પોલીસ તપાસ મુજબ આરોપીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અમેરિકામાં નોકરી અપાવવાના બહાને લોકોને વિશ્વાસમાં લઈ મોટી રકમ ટ્રાન્સફર કરાવતા હતા. આ કેસમાં ફરિયાદી પાસેથી અંદાજે રૂ. 3.26 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન ટેકનિકલ એનાલિસિસ અને બેંક ટ્રાન્ઝેક્શનના આધારે આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી હતી. આરોપી કવલજીત ઉર્ફે શ્રીનાથ પ્રસાદ (ઉં. 39), રહે. સુભાષનગર, જ્વાલાપુર, હરિદ્વાર (ઉત્તરાખંડ)ની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ તપાસમાં આરોપી દ્વારા ઉપયોગમાં લેવાયેલા SBI, Bank of Baroda, Indian Overseas Bank, Indian Bank અને Axis Bank સહિત કુલ 19 બેંક ખાતાઓ નેશનલ સાઇબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (NCRP) પર નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. આ ખાતાઓમાં અંદાજે રૂ. 3.80 કરોડથી વધુની શંકાસ્પદ લેવડદેવડ થઈ હોવાનું બહાર આવ્યું છે. આ ખાતાઓનો સંબંધ દેશના વિવિધ રાજ્યોમાં નોંધાયેલા 23 જેટલા સાયબર ગુનાઓ સાથે હોવાનું પણ જાણવા મળ્યું છે.

આરોપીના મોબાઇલ ફોનમાંથી મહત્વના ડિજિટલ પુરાવા મળી આવ્યા છે. જેમાં ‘રોહિત રોય’ નામના વ્યક્તિ સાથે થયેલી ચેટ, કરોડો રૂપિયાના વ્યવહારો તેમજ અન્ય આરોપીઓ સાથેના સંપર્કોની વિગતો મળી છે. પોલીસે આ ડિજિટલ પુરાવાના આધારે વધુ તપાસ હાથ ધરી છે અને સમગ્ર નેટવર્ક સુધી પહોંચવાના પ્રયાસો ચાલુ રાખ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!