ઇડર

ઈડર APMC ચૂંટણી: ભાજપમાં અસંતોષ બાદ ત્રિપાંખિયો જંગ, ૯ સપ્ટેમ્બરે મતદાન

ઈડર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) ની આગામી ૯ સપ્ટેમ્બરે યોજાનારી ચૂંટણીને લાઈને ઈડર તાલુકાના સહકારી રાજકારણમાં ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ભાજપ દ્વારા મેન્ડેટની જાહેરાત કરાતાં જ સપાટી પર આવેલા અસંતોષ વચ્ચે હવે ૩૬ ઉમેદવારો સાથે ત્રણ પેનલો વચ્ચે ત્રિપાંખિયો ચૂંટણી જંગ જામશે.

ચૂંટણીનું આંકડાકીય અને રાજકીય ચિત્ર

  • કુલ ફોર્મ: જાહેરનામું બહાર પડ્યા બાદ પ્રારંભમાં અંદાજે ૧૪૧ ફોર્મ ભરાયા હતા, જેમાંથી સમજાવટ બાદ કેટલાક ઉમેદવારોએ નામો પાછા ખેંચ્યા હતા.

  • હાલ સ્થિતિ: ખેડૂત વિભાગમાંથી ૩૬ અને વેપારી વિભાગમાંથી ૭ ઉમેદવારો મેદાનમાં છે.

  • નવી પેનલનું સમર્થન: સતિષ પટેલની આગેવાની હેઠળની નવી ‘ખેડૂત એકતા પેનલ’ને જુમસર, રેવાસ, દેશોતર અને સિંગા સેવા મંડળીનું સમર્થન સાંપડ્યું છે.

મુખ્ય ત્રણ પેનલોના ઉમેદવારોની યાદી

પેનલનું નામ વિભાગ ઉમેદવારોના નામ (ગામ)
ભાજપ પ્રેરિત પેનલ ખેડૂત વિભાગ અશોકભાઈ જોઈતાભાઈ પટેલ (દાવડ), કોમલકુમાર ચીમનભાઈ પટેલ (ફિંચોડ), જશુભાઈ પ્રભાભાઈ પટેલ (કમાલપુર), જયંતિભાઈ કિશોરભાઈ પટેલ (શેરપુર), હિતેન્દ્રકુમાર દાનભાઈ પટેલ (ઉમેદગઢ), દિપકભાઈ ધીરાભાઈ પટેલ (દેત્રોલી), ધર્મેન્દ્રકુમાર તળશીભાઈ પટેલ (મોહનપુરા), જયંતિભાઈ જીવાભાઈ પટેલ (ગોરલ), અનોપસિંહ દેવીસિંહ ચૌહાણ (બોલુન્દ્રા-રૂ), રજનીકાંત ભીખાભાઈ પટેલ (મોટાકોટડા)
વેપારી વિભાગ ભુપેન્દ્રભાઈ ભીખાભાઈ પટેલ (પૃથ્વીપુરા), ભૌમિક મહેશકુમાર શાહ (ઈડર), દિપેશભાઈ ધીરાભાઈ પટેલ (પાનોલ), મેમણ જાવેદહુસૈન હાજી કાદરભાઈ (ઈડર)
ખેડૂત એકતા પેનલ ખેડૂત વિભાગ સતિષભાઈ હરિભાઈ પટેલ (મેસણ), હરેશભાઇ પ્રવીણભાઇ પટેલ (બ્રહ્મપુરી), હેમતભાઇ નશાભાઈ પટેલ (જાદર), પંકજભાઈ બાબુભાઇ પટેલ (શેરપુર), નરસિંહભાઇ કેશરભાઇ પટેલ (ભાણપુર), પ્રવીણભાઈ શામળભાઇ પટેલ (રતનપુર), ગજેન્દ્રસિંહ જનકસિંહ કુંપવાત (મણિયોર), જ્યંતિભાઈ દવાભાઇ પટેલ (દેશોતર), કાંતિભાઈ મગનભાઇ પટેલ (સિંગા), કિરીટભાઈ રઘજીભાઇ પટેલ (જુમસર)
ખેડૂત વિકાસ પેનલ ખેડૂત વિભાગ પટેલ જયેશભાઈ જગાભાઈ (ગોરલ), પટેલ એકતાબેન મનુભાઈ (ચોરીવાડ), પટેલ મિત્તલકુમાર માધુભાઇ (ભુતીયા), પંચાલ જીતેન્દ્રભાઈ કાલિદાસ (કાનપુર), જેતાવત વિજયસિંહ શૈતાનસિંહ (અંકાલા), પટેલ નંદુભાઈ ડાયાભાઈ (રતનપુર), ચૌહાણ નટવરસિંહ અગરસિંહ (આરસોડિયા), પટેલ સંજયભાઈ બાબુભાઈ (સરદારપુર), પટેલ કમલેશભાઈ ડાયાભાઈ (જવાનગઢ), પટેલ વિકાસભાઈ મહેન્દ્રભાઈ (સાબલવાડ)
વેપારી વિભાગ કે.સી.પટેલ (સદાતપુરા), રાહુલભાઈ દામોદર પટેલ (દેત્રોલી), જનકભાઇ ભરતભાઇ પંડયા (ઇડર)

બળવા પાછળનું મુખ્ય કારણ

ઈડર APMC માં ભાજપ દ્વારા મેન્ડેટ આપવાની પ્રથા સામે અસંતોષ ઊભો થયો હતો. પક્ષ તરફથી મેન્ડેટ ન મળતાં સાબરકાંઠા બેંકના ડિરેક્ટર સતિષ પટેલની આગેવાનીમાં ભાજપ વિચારસરણી ધરાવતા સહકારી અગ્રણીઓએ અલગ ચોકો રચી ‘ખેડૂત એકતા પેનલ’ ઉતારી છે.

હવે ત્રણેય પેનલો દ્વારા મતદારોનો સંપર્ક અને પ્રચાર તેજ કરવામાં આવ્યો છે. છેલ્લી ઘડીએ બનેલી આ નવી પેનલ અને ‘ખેડૂત વિકાસ પેનલ’ની હાજરીથી ભાજપ પ્રેરિત પેનલના મતોનું ધ્રુવીકરણ કોના તરફ નમે છે તેના પર જીત-હારનો આધાર રહેશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!