ઇડર

ઈડર હાઈવે પર બેફામ દોડતી પોલીસની સરકારી SML વાને મૌપેડને અડફેટે લીધી: ૩ યુવકો ગંભીર રીતે ઘાયલ

  • ઈડર હાઈવે પર બેફામ દોડતી પોલીસની સરકારી SML વાને મૌપેડને અડફેટે લીધી: ૩ યુવકો ગંભીર રીતે ઘાયલ

  • ઈડરના ગંભીરપુરા અશરફ નગરના રહેવાસી મોહમ્મદ બખ્તિયાર મકરાણી, શેરખાન મકરાણી અને અયાન મકરાણી સુઝુકી બર્ગમેન મોપેડ (GJ.27.FG.8021) પર જઈ રહ્યા હતા ત્યારે બારેલા તળાવ પાસે પેટ્રોલ પૂરું થઈ જતાં તેઓ રોડની બાજુમાં ઉભા હતા તે દરમિયાન પાછળથી પૂરઝડપે આવી પહોંચેલી પોલીસની વાદળી રંગની SML વાનના ચાલકે ગફલતભરી રીતે ગાડી ચલાવી મૌપેડને પાછળથી ઠોકર મારી હતી

  • ઈજાગ્રસ્તો અને સારવાર: અકસ્માતમાં મોહમ્મદ બખ્તિયારને માથામાં, શેરખાનને માથા, પેટ અને ગરદનના ભાગે તેમજ અયાનને માથા અને પાંસળીના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેઓને ઈડરની K.H. હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાંથી ગંભીર ઈજાગ્રસ્ત શેરખાન અને અયાનને હિંમતનગરની પ્લુટો હોસ્પિટલમાં રિફર કરાયા છે

  • પોલીસ કાર્યવાહી: અકસ્માત સર્જી ભાગેલી SML ગાડી ગંભીરપુરા પોસ્ટ ઓફિસ આગળ ડિવાઈડર સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી ઈડર પોલીસ સ્ટેશનમાં વાનના ચાલક વિરુદ્ધ BNS સેક્શન ૨૮૧, ૧૨૫(a), ૧૨૫(i) તથા MV Act ૧૭૭, ૧૮૪ હેઠળ ગુનો નોંધી PI આર. એ. ચૌધરી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!