સાબરકાંઠા

ગાંભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારના રૂપાલ ગામે જુગાર પર એલસીબીનો દરોડો, ૮ જુગારીઓ ઝડપાયા

સાબરકાંઠા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)ને ગાંભોઈ વિસ્તારમાં મોટી સફળતા મળી છે. એલસીબીએ ગાંભોઈ પોલીસ મથક હદમાં આવેલા રૂપાલ ગામ નજીક એક બંધ રહેણાંક મકાનમાં ચાલી રહેલા જુગારધામ પર દરોડો પાડી ૮ ઇસમોને ઝડપી પાડ્યા છે.

પોલીસ તપાસ દરમિયાન આરોપીઓ પત્તાં વડે હાર-જીતનો જુગાર રમી રહ્યા હોવાનું સામે આવ્યું હતું. દરોડા દરમિયાન પોલીસે રોકડ રકમ, વાહનો, મોબાઇલ ફોન સહિત કુલ અંદાજે રૂ. 11.45 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

એલસીબીએ તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે વધુ તપાસ ગાંભોઈ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે.

આ સફળ કાર્યવાહીથી વિસ્તારમાં ગેરકાયદે જુગાર પ્રવૃત્તિઓ સામે પોલીસની કડક કાર્યવાહીનો સ્પષ્ટ સંદેશ ગયો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!