ખેડબ્રહ્મા

ખેડબ્રહ્માના નવા ચાંપલપુર ખાતે ₹10 લાખના ખર્ચે નિર્મિત તાલુકાના પ્રથમ શિખરબદ્ધ ગણેશચોકનું લોકાર્પણ

ડીજેના તાલે શોભાયાત્રા નીકળી: ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે વિઘ્નહર્તા ગણેશજી ચોકમાં બિરાજમાન થયા

ખેડબ્રહ્મા તાલુકાના નવા ચાંપલપુર ખાતે ગણેશ ચતુર્થીના શુભ અને પવિત્ર દિવસે ‘નવીન ગણેશચોક’નું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ નવીન ગણેશચોક સમગ્ર ખેડબ્રહ્મા તાલુકામાં ₹10 લાખના ખર્ચે તૈયાર કરાયેલું પ્રથમ શિખરબદ્ધ નિર્માણ છે, જે હાલ સમગ્ર પંથકમાં આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યું છે.

ગણેશ ચતુર્થીના પાવન પર્વે નવા ચાંપલપુર ખાતે ગણપતિ બાપાની એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષના મુખ્ય દાતા ગોપાલભાઈ પાઠકના નિવાસસ્થાનેથી ડીજેના તાલે અને ઢોલ-નગારા સાથે શોભાયાત્રા પ્રસ્થાન થઈ હતી. ગામના મુખ્ય માર્ગો પર ફરીને ભક્તિમય માહોલમાં શોભાયાત્રા નવીન ગણેશચોક ખાતે પહોંચી હતી, જ્યાં વિઘ્નહર્તા દેવને વિધિવત રીતે બિરાજમાન કરવામાં આવ્યા હતા. શોભાયાત્રા દરમિયાન ડીજેના તાલે શ્રદ્ધાળુઓ અને યુવાનો ઝૂમી ઊઠ્યા હતા.

આ ધાર્મિક પ્રસંગે ઓમકારેશ્વર યુવક મંડળ, ઓમકારેશ્વર મહિલા ભજન મંડળ તેમજ ચાંપલપુર ગામના વડીલો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ભવ્ય અને દિવ્ય નિર્માણમાં આર્થિક તેમજ સેવાકીય સહયોગ આપનાર તમામ દાતાશ્રીઓનો સમસ્ત ચાંપલપુર ગ્રામજનો દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!