પ્રાંતિજ

સલાલની તિરૂપતિ હોટલમાં અચાનક આગ ભભૂકી, દોડધામનો માહોલ

પ્રાંતિજ તાલુકાના સલાલ વિસ્તારમાં આવેલી તિરૂપતિ હોટલમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવતા વિસ્તારમાં અફડાતફડી અને દોડધામનો માહોલ સર્જાયો હતો. આગ લાગવાના બનાવથી આસપાસના લોકોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.

પ્રાથમિક માહિતી મુજબ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. ઘટનાની જાણ થતા હિંમતનગર ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.

બીજી તરફ પ્રાંતિજ પોલીસને જાણ થતા પોલીસ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ પર નજર રાખી હતી અને જરૂરી વ્યવસ્થા ગોઠવી હતી.

સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. જોકે આગના કારણે થયેલા નુકસાન અંગે વધુ વિગતો મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!