ઇડર

૪ વર્ષથી પોલીસને થાપ આપતો રીઢો ચોર પકડાયો: સાબરકાંઠા SOG ની મોટી સફળતા

આગામી ગણેશ ચતુર્થીના તહેવારની ઉજવણી અન્વયે સાબરકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તથા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વીરેન્દ્રસિંહ યાદવ તથા સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલની સુચનાથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ડ્રાઇવ દરમિયાન સાબરકાંઠા એસ.ઓ.જી. (SOG) શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. વાળાના માર્ગદર્શન હેઠળ તથા પો.સ.ઇ. કે.યુ. ચૌધરી અને પો.સ.ઇ. પી.એમ. ઝાલાની રાહબરી હેઠળ એસ.ઓ.જી. સ્ટાફ હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો.

ખાનગી બાતમીના આધારે ન્યાય મંદિર પાસેથી ધરપકડ

પેટ્રોલીંગ દરમિયાન એસ.ઓ.જી. સ્ટાફના અનામત હેડ કોન્સ્ટેબલ પ્રકાશકુમાર પ્રભાભાઇ (બકુલ નં-૧૦૧), અનામત પોલીસ કોન્સ્ટેબલ ગોપાલભાઇ પ્રવિણભાઇ (બકુલ નં-૭૩૨) તથા અનિરુદ્ધસિંહ ઇન્દ્રસિંહ (બકુલ નં-૧૫૦) નાઓને ચોક્કસ ખાનગી બાતમીદારથી માહિતી મળી હતી કે જાદર પોલીસ સ્ટેશન વિસ્તારના ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી હિંમતનગર ન્યાય મંદિર આગળ રોડ પર ઉભો છે. બાતમીના આધારે ટીમે ત્વરિત દરોડો પાડીને આરોપીને ઝડપી લીધો હતો.

પકડાયેલ આરોપીની વિગત:

  • નામ: ખુમારામ ઉર્ફે યોગી શંકરલાલ સાલવી

  • ઉંમર: ૨૯ વર્ષ

  • રેસીડન્ટ: ગામ-કોટડા, તાલુકો-દેવગઢ, જિલ્લો-રાજસમંદ (રાજસ્થાન)

પોલીસે આરોપી સામે ‘ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩’ ની કલમ-૩૫(૧)(જે) મુજબ અટકાયતી પ્રક્રિયા કરી આગળની કાર્યવાહી અર્થે તેને હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સુપરત કર્યો છે.

ચોરીના ૫ ગુનાઓનો ભેદ ઉકેલાયો

પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે કે પકડાયેલ આરોપી ખુમારામ ઉર્ફે યોગી સાબરકાંઠા જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા કુલ ૫ ગંભીર ચોરી તથા પ્રોપર્ટી ડેમેજના ગુનાઓમાં છેલ્લા ૪ વર્ષથી નાસતો ફરતો હતો.

આરોપી સામે નોંધાયેલા ગુનાઓની વિગત: ૧. જાદર પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૦૯૦૨૪૨૩૦૬૮૦/૨૦૨૩: ઇ.પી.કો. કલમ-૩૭૯, ૧૧૪, ઇલેક્ટ્રિસિટી એક્ટ કલમ-૧૩૬ તથા ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ કલમ-૩(૨)(એ). ૨. જાદર પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૦૯૦૨૪૨૩૧૬૭૫/૨૦૨૩: ઇ.પી.કો. કલમ-૩૩૫, ૩૩૭, ૩૨૩. ૩. જાદર પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૦૯૦૨૪૨૩૦૨૦૦/૨૦૨૩: ઇ.પી.કો. કલમ-૩૭૯, ૧૧૪, ઇલેક્ટ્રિસિટી એક્ટ કલમ-૧૩૬ તથા ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ. ૪. જાદર પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૦૯૦૨૪૨૩૦૧૧૭/૨૦૨૩: ઇ.પી.કો. કલમ-૩૭૯, ૧૧૪, ઇલેક્ટ્રિસિટી એક્ટ કલમ-૧૩૬ તથા ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ. ૫. ઇડર પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૦૯૦૨૦૨૩૦૪૨૨/૨૦૨૩: ઇ.પી.કો. કલમ-૩૭૯, ૧૧૪, ઇલેક્ટ્રિસિટી એક્ટ કલમ-૧૩૬ તથા ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ.

કામગીરી કરનાર પોલીસ ટીમ:

આ સફળ કામગીરીમાં એસ.ઓ.જી.ના પો.સ.ઇ. પી.એમ. ઝાલા, એ.એસ.આઇ. ધર્મેન્દ્રસિંહ, હેડ કોન્સ્ટેબલ રાજેશભાઇ, હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ પરમાર, હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ સોલંકી, હેડ કોન્સ્ટેબલ પ્રકાશકુમાર, પોલીસ કોન્સ્ટેબલ ગોપાલભાઇ, પોલીસ કોન્સ્ટેબલ અતુલભાઇ તથા પોલીસ કોન્સ્ટેબલ અનિરૂદ્ધસિંહ જોડાયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!