ઇડર

હરીપુરા ગામની સીમમાં ચારિત્ર્ય અંગે શંકા રાખી પત્નીની હત્યા કરનાર પતિ ગણતરીના કલાકોમાં ગિરફ્તાર

સાબરકાંઠા જિલ્લાના જાદર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા હરીપુરા ગામની સીમમાં ચારિત્ર્ય અંગે વહેમ રાખી પોતાની ૨૬ વર્ષીય પત્નીની હત્યા કરી ફરાર થઈ ગયેલા પતિને સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ની ટીમે ગણતરીના કલાકોમાં દાવડ ખાતેથી ઝડપી પાડ્યો છે.

ઘટનાની વિગત:

તા. ૨૩/૦૯/૨૦૨૬ ના રોજ હરીપુરા (જાદર) ગામની સીમમાં આવેલા હૈદરભાઈ બાદરપુરાના ખેતરની ઓરડીમાં સોનીબેન રમેશભાઈ પારઘી (ઉં.વ. ૨૬) ની લાશ ખાટલામાં ગોદડું ઓઢાડેલી શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી. મૃતકના પતિ રમેશભાઈ કેશરાભાઈ પારઘી (રહે. મંડવાલ, તા. કોટડા છાવણી, જી. ઉદેપુર, રાજસ્થાન) ઘટનાસ્થળેથી ગાયબ હતા.

આ બનાવ અંગે મૃતકના ભાઈ મુમાનભાઈ ફોજાભાઈ ગમારે પોતાના બનેવી રમેશભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી કે, બનેવીએ બહેન સોનીબેનના ચારિત્ર્ય પર વહેમ રાખી, માર મારી ગળું દબાવી હત્યા કરી દીધી છે. જેના આધારે જાદર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૦૩(૧) મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.

LCB ટીમની કાર્યવાહી અને આરોપીની ધરપકડ:

ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ તથા સાબરકાંઠા પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહીલ (IPS) ની સુચનાથી, LCB પો.ઇન્સ. ડી.સી. સાકરીયાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન અ.હે.કો. ભાવિનકુમાર, જીજ્ઞેશકુમાર અને ચિરાગકુમારને બાતમી મળી હતી કે આરોપી રમેશભાઈ હિંમતનગરથી રિક્ષામાં બેસી દેશોતર તરફ જઈ રહ્યો છે. આ માહિતીના આધારે દાવડ ખાતે વોચ ગોઠવી આરોપી રમેશભાઈ કેશરાભાઈ પારઘી (ઉં.વ. ૩૦) ની અટકાયત કરવામાં આવી હતી.

હત્યા પાછળનું કારણ:

પોલીસ પૂછપરછ દરમિયાન આરોપી રમેશભાઈએ કબૂલાત કરી હતી કે, ગઈકાલે તા. ૨૨/૦૯/૨૦૨૬ ના રોજ રાત્રે સાતેક વાગ્યા પછી તેણે પત્ની સોનીબેનના ચારિત્ર્ય પર વહેમ રાખીને જમવાનું બનાવવા બાબતે ઝગડો કર્યો હતો. ત્યારબાદ મારઝૂડ કરી, ગળું દબાવીને નીચે પાડી દઈ પત્નીની હત્યા કરી દીધી હતી.

જાદર પોલીસે આરોપી વિરુદ્ધ આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!