ઇડર

ઉમેદપુરા ખાતે દેહ પરગણા રોહિત સમાજનો અદ્રિતીય સમૂહ લગ્ન યોજાયો

ઉમેદપુરા ગામે તા.૨૬.૪.૨૦૨૬ રવિવારના દિવસે દેહ પરગણા રોહિત સમાજ દ્વારા પ્રથમ સમૂહ લગ્નનુ ઉમેદપુરા ચોકડી પાસે ભવ્ય અને અદ્રિતીય આયોજન કરાયુ ઉમેદપુરા ખાતે દેહ પરગણા રોહિત સમાજ દ્વારા યોજાયેલા સમૂહ લગ્નમા ૨૧ યુગલો પ્રભુતામા પગલાં પાડ્યા હતા નવ દંપતીઓને દાતાઓ દ્વારા પલંગ તિજોરી સહિત ૩૨ જેટલી ઘર વપરાશની વસ્તુઓ ભેટ સોગાદો આપવામા આવી હતી સમુહલગ્નોત્સવ પ્રસંગના દિવસે જીલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીનુ મતદાન હોઈ સમૂહ લગ્નોત્સવ વિધિ શરૂ થયા પૂર્વે નવદંપતીઓ દ્વારા મતદાન કરી રાષ્ટ્ર પ્રત્યેની ફરજ અદા કરી હતી આ સમૂહ લગ્નમા સમાજ, રાજકારણ અને ધર્મનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો જેમા મુખ્ય દાતા અને કાર્યક્રમ અધ્યક્ષ તરીકે ઈડર વડાલીના ધારાસભ્ય રમણલાલ વોરા, સમારંભ ઉદઘાટક તરીકે પૂર્વ કેબિનેટ મંત્રી અને સંત શિરોમણી ગુરૂ રવિદાસ વિશ્વ મહાપીઠ આંતરાષ્ટ્રીય મહામંત્રી આત્મારામ પરમાર, કબીર કુટીર આશ્રમ સંતશ્રી દયાલ બાપુ માથાસુર તેમજ મુખ્ય મહેમાનો, અતિથિ વિશેષશ્રીઓ અને દાતાઓ, સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા સમૂહ લગ્ન સમિતિ દ્વારા મુખ્ય દાતા રમણલાલ વોરા, દાતાઓ અને ઉપસ્થિત મહેમાનોનુ ફૂલહાર પાઘડી અને શાલ ઓઢાડી સન્માન કરવામા આવ્યુ હતુ


આ ભવ્ય અને અદ્રિતીય સમૂહ લગ્નનુ આયોજન કરનાર કન્વીનર અને સમૂહ લગ્ન સમિતિના હોદેદારો, સમાજના યુવાઓ અને અગ્રણીઓનુ પણ સન્માન કરવામા આવ્યુ હતુ ઉમેદપુરા ખાતે દેહ પરગણા રોહિત સમાજનો પ્રથમ સમૂહ લગ્ન દાતાઓ અને સમિતિના હોદ્દેદારોની અથાગ મહેનત અને પ્રયાસોથી સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!