Uncategorized
હિંમતનગરની મદની સોસાયટીમાં મકાન માલિકે જાહેરનામાનો ભંગ કરતાં ફરીયાદ

હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાં આવેલ મદની સોસાયટીમાં રહેતા મકાન માલિકે છેલ્લા કેટલાક સમયથી તેમનું મકાન ભાડે આપ્યું હતું પરંતુ કલેકટરના જાહેરનામાનો ભંગ કરી ભાડુઆતોના આધારપુરાવા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં રજુ ન કરતાં પીએસઆઈએ બુધવારે આ મકાન માલિક વિરૂધ્ધ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.
આ અંગે ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.એમ.સોલંકીએ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ કિફાયતનગરમાં આવેલ મદની સોસાયટીમાં મકાન ધરાવતા મોહમ્મદ હબીબ રહેમતુલ્લા મનસુરી કલર કામ કરતા હોવાને કારણે તેમણે કેટલાક લોકોને મકાન ભાડે આપ્યું હતું. પરંતુ કલેકટરના જાહેરનામાની જોગવાઈ મુજબ ભાડુઆતોના આધારપુરાવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જાણ નહીં કરતાં પીએસઆઈએ મોહમ્મદ હબીબ મનસુરી વિરૂધ્ધ જાહેરનામાના ભંગ બદલ ફરીયાદ નોંધાવી હતી.



