હિમતનગર

હિંમતનગરમાં શ્રીજી મહારાજના દિવ્ય હિંડોળા દર્શન: પૌરાણિક સિક્કાઓના અનોખા શણગારે ભક્તોમાં આકર્ષણ જમાવ્યું

પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે હિંમતનગર ખાતે શ્રી અમદાવાદ નરનારાયણ દેવ મંદિરના તાબા હેઠળ શ્રી કૃષ્ણ ભગવાનના દિવ્ય હિંડોળા દર્શનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન મંદિરમાં દરરોજ ભગવાન શ્રી કૃષ્ણને વિવિધ પ્રકારના મનમોહક અને આકર્ષક શણગાર સજાવીને હિંડોળે બિરાજમાન કરવામાં આવે છે, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે.

આ આયોજનના ભાગરૂપે આજે ભગવાન શ્રી કૃષ્ણના હિંડોળાને પૌરાણિક (પ્રાચીન) સિક્કાઓથી સજાવીને અનોખો શણગાર કરવામાં આવ્યો હતો. પ્રાચીન સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરાની ઝાંખી કરાવતા આ દિવ્ય શણગાર દર્શન ભક્તો માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યા હતા.

શ્રાવણ માસ દરમિયાન હિંડોળા દર્શનનો લ્હાવો લેવા માટે હિંમતનગર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. ભક્તો શ્રદ્ધાપૂર્વક દર્શન કરી દિવ્ય આનંદ અનુભવી રહ્યા છે અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે.

ભક્તો માટે આધ્યાત્મિક આસ્થાનું કેન્દ્ર: સદગુણ સ્વામી

શ્રી સ્વામિનારાયણ મંદિર, હિંમતનગરના સદગુણ સ્વામીએ જણાવ્યુ હતું કે, શ્રાવણ માસ દરમિયાન દરરોજ કરવામાં આવતા નૂતન શણગાર અને દિવ્ય હિંડોળા દર્શન શ્રદ્ધાળુઓ માટે આધ્યાત્મિક આનંદ અને વિશેષ આસ્થાનું કેન્દ્ર બન્યા છે. દરરોજ મોટી સંખ્યામાં હરિભક્તો દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!